સત અસત વિચારના દંભથી,
ખુશ રહે છે માનવી...
સૂકો રોટલો ગાયને અર્પીને,
ખુશ રહે છે માનવી...
અચિત્ત મનની કીર્તનપૂજાથી,
ખુશ રહે છે માનવી...
છેતરી જાતને ખોટા ગુમાનથી,
ખુશ રહે છે માનવી...
દોસ્ત! વિસર્જન હતું, રાગ-દ્રેષ-પાપ-કપટનું પણ..
ગણેશવિસર્જનથી ખુશ રહે છે માનવી...
- ફાલ્ગુની દોસ્ત