૧૫) ગુહ્ય શાસ્ત્ર જ્ઞાન
સંસારરૂપી પીપળાના વૃક્ષનાં મૂળ ઉપર તરફ શાખાઓ
નીચે તરફ છે.એનો કદી નાશ થતો નથી.છંદોબદ્ધ વેદ એ
વૃક્ષના પાન છે. જે આ રહસ્ય ને જાણે છે તે વેદવત્તા છે.
પીપળાના વૃક્ષનું જે વર્ણન કર્યું છે, તેવું તેનું શુદ્ધ સ્વરૂપ
અનુભવાતું નથી.એનો અંત, આદિ તથા સ્થિતિ નથી.
આવા મૂળવાળા વૃક્ષને દઢ વૈરાગ્યરૂપી શસ્ત્ર વડે છેદીને
પરમ પદને શોધવું જોઈએ.જે પદને પામનારા ફરીને આ
સંસારમાં આવતા નથી. આ સંસાર વૃક્ષની અનાદિ પ્રવૃત્તિ
પ્રસરેલી છે એ આદ્ય પુરુષને જ શરણે હું પ્રાપ્ત થયો છું.
હું આ પૃથ્વીમાં પ્રવેશ કરી મારા સામર્થ્યથી સર્વ ભૂતોને
ધારણ કરુંરસાત્મક ચંદ્ર થઈને સર્વ ઔષધિઓને પોષું છું.
હું પ્રાણી દેહમાં પ્રવેશી પ્રાણ, અપાન ઈત્યાદિ વાયુમાં
મળીને જઠરાગ્નિ બની ચાર પ્રકારના અન્ન પાચન કરું છું.
સર્વના હદયમાં રહેલો છું. મારા વડે સ્મૃતિ જ્ઞાન બંનેનો
અભાવ ઉત્પન્ન થાય છે. સર્વ વેદો દ્વારા હું જાણવા યોગ્ય
છું.વેદાંતનો સિદ્ધાંત કરનાર તેનો જ્ઞાતા પણ હું છું.
જે સંમોહથી રહિત મને એ પ્રકારે પુરુષોત્તમ રૂપે જાણે
છે, તે સર્વજ્ઞ છે. અને તે સર્વ ભક્તિયોગથી મને ભજે છે.
હે ભારત ! મેં આ પ્રમાણે તને ગુહ્ય માં ગુહ્ય શાસ્ત્ર કહ્યું
એને જાણીને આત્મા જ્ઞાનવાન થાય અને કૃતાર્થ થાય છે.
ધબકાર...