સૂરજનું ડૂબવું અને ઢળતી સાંજે યાદ આવે છે, તું અને તારી વાતો.
એ હાથનાં સ્પર્શની મહેંક અને ભીની રેતીમાં પગને સ્પર્શી જતી લહેરો આતો.
મંદ મંદ વાતા વાયરામાં ઊડતી તારી લટો અને સહેજ શરમાતી તું.
ડૂબી ગયો સૂરજ અને છૂટી ગયો હાથ તારો....હવે યાદ આવે, તું અને તારી વાતો.
જીવી લઈશ તારાં વિરહમાં, બસ, સાથે રહેશે..*તું અને તારી વાતો*....
વર્ષા ભટ્ટ ( વૃંદા)