ચંદ્ર ઉપર રહેવા નહીં જવાય તો ચાલશે પણ પૃથ્વીને,
આવનાર પેઢી માટે રહેવા લાયક છોડીએ તો ઘણું છે.
આખા જગતને સુધારી ન શકો તો કંઈ નહીં પણ તમારા,
સંતાનને કારણે કોઈ દીકરીની જિંદગી ના હણાય તો ઘણું છે.
અનાથ આશ્રમ ન બનાવી શકો તો કંઈ નહીં પણ તમારા,
કારણે તમારા માં બાપ વૃદ્ધાશ્રમ માં ના જાય તો ઘણું છે.
કોઈની જિંદગી બચાવી ન શકો તો કંઈ નહીં પણ,
તમારા કારણે કોઈનો જીવ ના જાય તો ઘણું છે.
લી. "આર્ય "