નિરાકાર, અકળ, અવિનાશી તત્વ છે તું,
ઈશ્વર છે મારો કાન્હા પરમ સત્ય છે તું,
પામી શકું તને એવા કર્મ મારાથી કરાવજે,
તું જ મહાન જ્પંડિત મહાન જ્ઞાની છે તું.
નરી આંખે તને ના દેખી ના પકડી શકાય,
તોય અત્ર, તત્ર, સર્વત્ર વ્યાપ્ત ઈશ છે તું.
જિંદગી ઓછી પડે તને સમજવામાં મારી,
એવો અનંત વિસ્તાર ને એમાં વ્યાપ્ત છે તું.