*દાદા મોડપીરજી પધાર્યા*
કચ્છના પાવન મોડકુબા ગામે,
દાદા મોડપીર પધાર્યાં રે લોલ।
શ્રી કૃષ્ણના અંશ અવતાર બની,
દાદા મોડપીર પધાર્યાં રે લોલ।
વીર અબડાજીના વીર બની,
દાદા મોડપીર પધાર્યાં રે લોલ।
ભક્તોના તનમનના દુઃખ હરવા,
દાદા મોડપીર પધાર્યાં રે લોલ।
દયાળુ દેવ આશિર્વાદે વરવા,
દાદા મોડપીર પધાર્યાં રે લોલ।
કષ્ટ કાળે જપો તે નામાં,
મોડપીર દયાળુ પધાર્યાં રે લોલ।
નર ભક્તોને સુખ સદગતિ દેવા,
દાદા મોડપીર પધાર્યાં રે લોલ।
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા કચ્છ