માની મમતા, બાબુલનો દુલાર છોડી આંખો મારી રડે.
ભાઈની મસ્તી, ભાભીનો સંગ છોડતાં દિલ મારું રડે.
જે ફળિયામાં કરી છે ધમાલ મસ્તી એ છોડતાં મન મારુ કચવાય.
મા ના પાલવની હૂંફ, પિતાનાં ખભાની સવારી યાદ આવતાં ઉરમાં થાય ગભરામણ.
જે પરિવાર સાથે વિતાવી ખુશીઓની પળો, વહાલી બેનડીઓનો સાથ છોડતાં હાથ મારો ખચકાય.
બનાવી છે આ રીત અનોખી દિકરી છોડી બાબુલનુ ઘર, નવાં હમસફરની સાથે જતાં આંખો મારી રડે.
ભલે હું છોડી જાઉં મહિયર પણ મારી યાદો રહેશે સદા મારાં ઉરમાં ધબકતી.
વરસો વિતાવ્યાં આ ઘરની ચાર દિવાલોમાં એ છોડી જતાં મા...મારી આંખો રડે છે...
વર્ષા ભટ્ટ ( વૃંદા)