યાદ હું કરું અને ત્યાં સાદ તને સંભળાતો હશે ને?
મારી દરેક વેદનાનો અહેસાસ તને થતો હશે ને?
દરેક સંબંધમાં આપણો સંબંધ તું પણ શોધતો હશે ને?
અનિચ્છાએ દૂર રહેવું તને પણ તડપાવતું હશે ને?
ફરી ક્યારેય મળશું કે નહીં એ પ્રશ્ન મનમાં ડંખતો હશે ને?
દોસ્ત! કઠણ કલેજે તું પણ ચહેરો હસતો રાખતો હશે ને?
- ફાલ્ગુની દોસ્ત