Gujarati Quote in Poem by Komal Mehta

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિષય : મારું જીવન કોરું કાગળ છે હજુ.

મારું જીવન હજુ એક કોરો કાગળ છે,
જેમાં કોઈ નું નામ નથી,
જેમાં કોઈ નું સરનામું નથી,
જેમાં કોઈ નો ફોન નંબર નથી....
હા મારું જીવન હજુ એક કોરો કાગળ છે.

હજુ જીવન માં એ તમામ મુકામે પહોંચવાનું બાકી છે,
જ્યાં મારા નામ ની હું નામ પેલ્ટ લગાડી શકું.

હજુ જીવન માં એવા કર્યો કરવાના બાકી છે,
કોઈ પૂછતું આવે મારું સરનામું કે, કોમલ મહેતા નું ઘર ક્યાં છે.

જીવન માં હજુ એ સ્થાન મેળવવાનું બાકી છે કે
તારા પાસેથી તારો ફોન નંબર કોઈ માગે.

મારું જીવન હજુ એક કોરો કાગળ છે,
જેમાં ઘણું બધું કરવાનું બાકી છે.

જોયેલા તમામ સપના પૂરા કરવાના બાકી છે,
તૂટીને વિખરાયેલા દરેક મોતી ને સમેટ વાનું બાકી છે.
ગૂંચવાયેલા દરેક દોરા ગાંઠ ના પડે એવી રીતે ખોલવાના હજુ બાકી છે,
છુપાયેલી દરેક વાત ને હજુ હોઠ ઉપર આવવાનું બાકી છે.
છુપાયેલા સ્મિત પાછળ નું દુઃખ હજુ જાહેર કરવા નું બાકી છે
વીતેલા સમય નો થોડો હિસાબ કરવાનો બાકી છે.

અને આવનારા સમય માં હજુ જીવન ને માણવાનું બાકી છે.
મારું જીવન હજુ એક કોરો કાગળ છે,
મારું જીવન હજુ એક કોરો કાગળ છે.......

Gujarati Poem by Komal Mehta : 111947073
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now