🙏🙏એક મહિલા ડોક્ટર ની લોહીથી લથબથ લાશ પડી છે. આજુબાજુ ભીડ એકત્ર છે પોલીસ પણ શોધખોળમાં જોડાઈ ગઈ છે કે આટલી નિર્દયતાથી કોણે આવું કૃત્ય કર્યું હશે?
બધાં જ લોકો પણ તરેહ તરેહની વાતો કરે છે પણ સત્ય એ છે કે તે મહિલા તબિબ ની બળાત્કાર કરીને હત્યા કરી દેવામાં આવી હતી.
પોલીસે ઝીણવટભરી તપાસ કરતા અપરાધી પણ પકડાઈ ગયો હતો.તે શહેરોનો નામચીન રફીક હતો. તેના પર પહેલાથી જ ચોરી, લૂંટફાટ, હત્યાના ઘણા કેસો ચાલતા હતા અને તે અનેકવાર જેલમાં પણ જઈ આવ્યો હતો.
આ બાજુ અપરાધી પકડાઈ જવાથી આમ જનતા પણ ખુશ હતી જે ગઈકાલે ન્યાય માટે પોલીસ સામે કેન્ડલ માર્ચ કાઢતા હતા તે લોકો પોલીસ ની આજે વાંહે વાહી કરતા હતા.
આ બાજુ હોસ્પિટલમાં મુખ્ય સુપ્રિટેન્ડેન્ટ પોતાની ઓફિસમાં અંગત માણસો સાથે કંઇક ચર્ચા કરી રહ્યો હતો અને તેમને ધમકાવી રહ્યો હતો કે તમારા માં જરા પણ બુધ્ધિ જેવું છે? જો એ મહિલા તબીબ ને મારવામાં ના આવી હોત તો આપણે બધાં જ આજે જેલના સળિયા પાછળ હોત.
તેના હાથમાં સિક્રેટ ફાઈલો આવી ક્યાંથી? તમને ખબર છે? તેમાં જ માનવ અંગોની તસ્કરીની આખેઆખી માહિતી હતી.
મને સમય રહેતા જાણ થઈ ગઈ તો સારું થયું બધું મેં પ્લાન પુર્વક સેંટ કરી પતાવી દીધું છે. નહીં તો આપણી શી હાલત થાત એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.
પેલા સાલા રફીક ને પણ ફક્ત મારવાનું કહ્યું હતું પણ એ સાલો આદત થી મજબુર રૂપ જોઈને તુટી પડયો પોતાની હવસ પણ પુરી કરી અને તેને પણ પુરી કરી દીધી.હવે લોકો બે ત્રણ દિવસ યાદ કરશે પછી બધું ભુલી જશે.
સુપ્રિટેન્ડેન્ટ પોતાના એક માણસ ને પૈસાથી ભરેલી એક બેગ રફીક ના ઘરે આપવા કહીને ત્યાંથી જે મહિલા તબીબ ની હત્યા થઈ છે તેનાં માતાપિતા ને દિલાસો આપવા તેનાં ઘર તરફ નીકળી જાય છે.🦚🦚