ભજમન શિવશરણ સુખકારી.
ભજમન ભોળાનાથ દુઃખહારી.
બિલ્વપત્ર જળધારાએ રિઝતા,
ઉર ઉદગારો જ્યારે નીકળતા.
હરપળ આશરો એક જ ધારી...1
પંચાક્ષરે સદાશિવ કૃપા થતી,
હરજી સહુને દેતા સન્મતિ.
અવસર શિવભજનનો વિચારી..2
મનચાહ્યું વર દેનારા ત્રિપુરારી,
શિવજી સદાયે કલ્યાણકારી.
મબલખ આશિષ દેતા પુરારી...3
જે માંગ્યું એ ભક્તોને આપ્યું,
ના કશુંએ વળી બાકી રાખ્યું.
અઢળક વરસ્યા ભોલે ભંડારી...4
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.