*અમે થોડી અમારી જીવવાની*
*રીત બદલી છે.*
*છે રસ્તા એ જ, કેવળ*
*ચાલવાની રીત બદલી છે.*
*હવે જાણીબૂઝીને હારીએ*
*છીએ સ્વજન સામે,*
*અમે આ રીતથી બસ*
*જીતવાની રીત બદલી છે.*
*નથી ફરિયાદ સંબંધોથી*
*સહેજે, જ્યારથી સૌને*
*સમજવાની અને*
*સમજાવવાની રીત બદલી છે..💞❣️*