આવો આવો આવો શિવજી મનમંદિરે આવો રે.
લ્હાવો, લ્હાવો, લ્હાવો દ્યોને દરશનનો તમે લ્હાવો રે.
આપો, આપો, આપો શિવજી સદા સન્મતિ આપો રે
કાપો, કાપો, કાપો અમારાં કોટિ પાતક કાપો રે.
જાપો, જાપો, જાપો શિવને શ્રાવણ માસે જાપો રે
તાપો, તાપો, તાપો પસ્તાવે ઉરઅહેસાસ તાપો રે.
રીઝો, રીઝો,રીઝો સદાશિવ પંચાક્ષરે તમે રીઝો રે.
ઝાલો, ઝાલો, ઝાલો ભોળાપ્રભુ હાથ મારો ઝાલો રે.
સ્થાપો, સ્થાપો, સ્થાપો અંતરે શિવસ્મરણ સ્થાપો રે
બીજો, બીજો, બીજો નાથ ન શિવસમ બીજો રે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.