ધરી રૂપ રામ મુજ આંગણ આવો.
ધનુર્ધારી દ્યોને દરશનનો લ્હાવો.
આવ્યો શરણે તવ નામ પોકારી,
હરિવર મુજમતિ છે બિચારી.
માયાપાશ થકી મુજને બચાવો...1
દોષો અમારા અગણિત ભૂલજો,
શરણાગતને ભવપાર તારજો.
મઝધારે નૈયા કિનારે લગાવો....2
સ્તુતિ, વિનંતી, પ્રાર્થના મારી,
અમીનજર કરજો તમારી.
હજુએ રઘુવીર શીદને તાવો..3
તમે માતપિતા ગુરુ અંતરયામી,
રામ નમામિ રામ નમામિ.
નામસ્મરણે ગગન ગજાવો...4.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.