એવું કૈંક કરી દે હરિ કે મને તારા જ વિચાર આવે.
એવું કૈંક કરી દે હરિ કે મુખે તારા જ ઉચ્ચાર આવે.
ખૂબ થાક્યો બાચકા ભરીભરીને હવામાં આખરે,
એવું કૈંક કરી દે હરિ કે જીવવામાં જીવનસાર આવે.
બની જય જીવન મારું પરગજુને પરોપકારી સદા,
એવું કૈંક કરી દે હરિ કે ચ્હેરે તારા અણસાર આવે.
ખૂબ ભટક્યોને ખૂબ ભૂલ્યો છું, સત્યથી દૂર ઘણો,
એવું કૈંક કરી દે હરિ કે વર્તને ભૂલોના એકરાર આવે.
સ્વાર્થસાધક બનીને કેટલુંય ના કરવાનું કરી બેઠો,
એવું કૈંક કરી દે હરિ કે પ્રતિદિન બની તહેવાર આવે.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.