કેવળ કલ્પનાના સહારે જીવન ના જીવી શકાય.
આવતા મનતણા વિચારે જીવન ના જીવી શકાય.
કૂદકો મારીને તરીને મઝધારે પણ પહોંચવું પડે છે,
ઊભા રહી કિનારે કિનારે જીવન ના જીવી શકાય.
ઘનઘોર નિશાને અંધકારમાંય આગળ વધવાનું હોય,
રોજરોજ સવારે સવારે જીવન ના જીવી શકાય.
બીજાનું પણ વિચારવું પડે હરકદમ પર હરહંમેશાં,
કરીને માત્ર અમારે અમારે જીવન ના જીવી શકાય.
સુખનું રૂપ ધરીને દુઃખ આવી જાય છે ઓચિંતાનું,
દરરોજ સુખના પનારે પનારે જીવન ના જીવી શકાય
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.