Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યાં સુધી પડદો હજુએ રાખશો તમે?
ક્યાં સુધી સત્યને પણ છૂપાવશો તમે?

ઉગતા સૂરજ જેવું સત્ય ના ઢંકાનારું,
ક્યાં સુધી બહાનાબાજી કરશો તમે ?

મારા માટે તો તમે જ છો સર્વસ્વ સદા,
ક્યાં સુધી અમને અધૂરા આંકશો તમે?

બહુ થયું જરુર છે હવે અનાવૃત થવાની,
ક્યાં સુધી અમને અતડાં લાગશો તમે ?

વાદળને આકાશ દ્વિ નહીં એકવચન છે,
ક્યાં સુધી અંતરના અમી સંઘરશો તમે?

- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111943820
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now