Gujarati Quote in Poem by Chaitanya Joshi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગિરનાર.

યોગીઓની સ્થિરતા સમો જાણે કે સ્વરૂપ છે ગિરનાર.
જૂનાગઢની ગરિમા ગણાતો જાણે કોઈ ભૂપ છે ગિરનાર.
ધરીને રૂપ એ બેઠો કોઈ અવધૂત સમું એ હરપળ
નિરંતર,
પર્યાવરણના પ્રહરી સમો ઈશ્વરનો કોઈ દૂત છે ગિરનાર.
પાવનધરા જૂનાગઢની કરતો આપી આશ્રય દિવ્ય
ચેતનાને,
વનૌષધિથી રોગને હરનાર પરોપકારનું સબૂત છે
ગિરનાર.
દેવગુરુદત્તના પગલાં પાવનકારી પર્વતરાજને હો
કરનારાં,
જોગી જટાળાને તપસ્વીઓથી જાણે અલંકૃત છે ગિરનાર.
રા' ના જવાથી રાણકદેવીના ઉપાલંભે શિલા ખેરવનારો એ,
પૂછ્યું હતું કે રા' જેવો રા' ગયો તું કેમ હજુ ચૂપ છે
ગિરનાર ?
ઊભો સદીઓથી વિશ્વાસ એના હૈયે ધરીને કેટકેટલો
હજુએ,
સત્યનો સંગ્રહ કરીને ધરી ધીરજ બેઠો કોઈ નૃપ છે ગિરનાર.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Poem by Chaitanya Joshi : 111943707
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now