જયારે પોતાનો કમાઉ પતિ થાક્યો કંટાળેલો ઘેર આવે ત્યારે તેની પત્ની પાણી આપે પછી પૂછે કોફી બનાવું?કે જમવું છે?તમારી રાહ જોતી'તી કે શાક શું બનાવું!મને ખબર છે કે તમને કકળીને ભૂખ લાગી જ હશે પરંતુ મારો ઈરાદો તમને ગરમ ગરમ ખવડાવવાનો છે,એટલે થોડીવાર ફ્રેશ થાઓ હું રસોડે બૂમ પાડું એટલે આવી જ જજો.
દરેક પત્ની પોતાના પતિને સવારે હસતાં હસતાં ઝોબ પર મોકલે અને એ સાંજે ઘેર આવે ત્યારે આંગણે હિંચકે બેઠી બેઠી શાકભાજી કાપતાં વાટ જુએ કે "એ" હમણાં આવશે.
તેની સતત નજર શેરીમાં આવન જાવન કરતાં વાહન ઉપર હોય અને એની આંખો એના પતિને શોધતી હોય....
"આવી સ્ત્રી તમારી પત્ની થઇ આવી હોય તો તમેં (પુરુષો) ભાગ્યશાળી છો.કેમકે તમારા ઘરની આ લક્ષ્મી છે."
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111943291
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now