હે ઈશ્વર પરીક્ષાઓ લેવાનું રહેવા દે,
માણસ છું. મને માણસ જ રહેવા દે.
મને ભગવાન થઈને મૂર્તિમાં કેદ નથી થવું,
મને મારા સ્વજનોના દિલમાં જ રહેવા દે.
ક્યારેક મારા પર તકલીફો નો આભ તૂટે તો,
ક્યારેક પગ નીચેથી ધરા પણ ખસી જાય.
કળિયુગમાં હું ક્યાં સુધી મન મક્કમ રાખીશ,
છતાં મારાં ધર્મ પર અડગ વિશ્વાસ રાખીશ .
મેં તારા પર વિશ્વાસ કર્યો છે ધરા પર જન્મ લઈને,
તું સદાય મારો સાથ આપતો રહેજે ભગવાન થઈને.
લી. "આર્ય "