હવાની લહેરખીઓ સાથે ઝૂમી લઉં,
પક્ષીઓના કલરવને માણી લઉં..
ફૂલોના શણગારથી સજી લઉં,
અને સુગંધ ચોમેર પ્રસરાવી દઉં..
ટાઢ તાપમાં અડીખમ રહું,
પરિસ્થિતિઓથી ના હારી જાઉં..
જમીનથી મૂળ જોડેલા રાખું,
ભલે આકાશને આંબી જાઉં..

કાશ હું પણ એક વૃક્ષ હોઉં..
Swati 23/7/24

Gujarati Poem by SWATI BHATT : 111942931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now