તમે ભલે ધોધમાર વરસો,
પણ અતિની ગતિ સારી નહીં.
સંઘરેલું છોને બધું ખરચો,
કદી અતિની ગતિ સારી નહીં.
અમે ક્યાં એટલું માગ્યું' તું,
કે તમે સાવ નીચોવાય જાઓ.
તમે ઉદાર છો ; ઉડાવ કાં બનો?
કદી અતિની ગતિ સારી નહિ.
ખાલી જળરાશિ ભરવાનું કીધું' તું,
તમે તો સાવ છલકાવ્યે જ જાઓ છો.
મેઘરાજા ઓવરટાઈમ ના કરો ,
કદી અતિની ગતિ સારી નહીં.
થોભી જાઓ, ખમૈયા કરો દેવ,
વરસાવેલું સૂરજને તો જોવા દ્યોને.
અતિવૃષ્ટિનો ઓથાર તમારો શમાવો,
કદી અતિની ગતિ સારી નહિ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.