કામ ને હું રાખું ચરણમાં
ધર્મ ને સીરપર ધારણ કરું
પ્રેમ ને સદા રાખું હૃદયમાં
શંકાઓ નુ નિવારણ કરું
રૂપ રંગ ને ના વખાણુ
ફક્ત ગુણ ને ગ્રહણ કરું
સત્ય ને રાખું જિહવા પર
અસત્ય નુ હું મારણ કરું
વડીલોના આશીર્વાદ નુ
મસ્તક પર હું તિલક કરું
સદા લીન રહુ પ્રભુ ચરણમાં
રામ નામ નુ નિત્ય સ્મરણ કરું
લી. ચૌહાણ સુરજબા "આર્ય "
આઈ ♥️ રામ