મૂર્તિ બની તારા માટે હું બજારે વહેંચાઉ છું
છતાં તારી નજરમાં હું ક્યાં આવું છું.
માં -બાપના રૂપમાં તારા ઘરમાં રહેવા આવુ છું,
છતાં તને એમાં હું ક્યાં દેખાઉં છું
બહેન -ભાઈના રૂપમાં તારી સાથે રમવા આવુ છું,
છતાં તને મિત્ર નહીં હું શત્રુ નજર આવુ છું.
પતિ -પત્ની ના રૂપમાં શિવ શક્તિ કહેવારું છું,
છતાં તને એમાં ઈશ્વર નજર ક્યાં આવુ છું.
દોસ્તી ના રૂપમાં હું પ્રેમ બનીને આવુ છું,
છતાં તને એમાં હું કૃષ્ણ નજર ક્યાં આવુ છું.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "