"ગુરૂ"
એક પથ્થર ને તમે શિલ્પ બનાવ્યો,
ટાકણે થી કંડારી તેને માણસ બનાવ્યો..!
જે રસ્તા સદા અવાવરૂ હતા અમારા માટે,
તે રસ્તા સરળ બનાવ્યા અમારા માટે..!
સાવ ઠોઠ નિશાળિયા ને તમે ઓફિસર બનાવ્યા,
જે લખી નોતા શકતા તેને લેખક બનાવ્યા..!
જે બોલવામાં ગેંગે ફેફે કરતા સદા,
તેને તમે મુખ્ય વક્તા બનાવ્યા..!
સદા ઉપયોગી જીવન બનાવ્યુ તમે,
જે જીવતા શીખવ્યું તે સદા ઉપયોગી બનાવ્યુ તમે..!
સિખવી કલા તમે કલાકાર બનાવ્યા અમને,
નિષ્ફળતામાં પ્રેરણા આપી સફળ બનાવ્યા અમને..!
ગુરૂ બની "સ્વયમભુ" જીવન સરળ કર્યું તમે,
ગુરૂ પૂર્ણિમાના પાવન અવસરે અવતરણ કર્યું તમે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ