ના કરશો કોઈ કામ કાળું, ઈશ્વર માફ નહિ કરે.
આખરે નીકળશે ભોપાળું, ઈશ્વર માફ નહિ કરે.
ગમે તે ભોળાને મૂર્ખ બનાવી આજે લૂંટો છો તમે,
કાલે લાગશે નસીબને તાળું, ઈશ્વર માફ નહિ કરે.
ચતુરાઈ, હોશિયારી તમારી તમને જ નડવાની છે,
કોઈનું ધલવલતું દિલ આળું, ઈશ્વર માફ નહિ કરે.
શું ચીજ છે પૈસો કે જેના કાજે કરો છો કાવાદાવા,
વિવેકબુદ્ધિમાં જામ્યું છે ઝાળું, ઈશ્વર માફ નહિ કરે.
જરાક તો ડર રાખો ઉપરવાળાનો બધું એ જુએ છે,
નહિ રહે પાછળ કોઈ રોવાવાળું, ઈશ્વર માફ નહિ કરે
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.