આજે મળેલ એક સરસ હાસ્યસભર મેસેજ:-
લગ્ન એટલે શું?
😄😄😄
લગ્ન એ એક સુંદર એવું જંગલ છે
જ્યાં
બહાદુર વાઘનો શિકાર
મોહક હરણીઓ કરે છે.
😄😄😄
લગ્ન એટલે
સાંભળો છો? થી કરીને
બહેરા થઈ ગયા છો કે શું?
સુધીનો પ્રવાસ
😄😄😄
લગ્ન એટલે
તારા જેવું આ સંસારમાં બીજું કોઈ જોયું નથી
થી કરીને
તારા જેવા 440 જોયા
સુધીનો પ્રવાસ
😄😄😄
લગ્ન એટલે
તમે રહેવા દો
થી કરીને
તમે તો રહેવા જ દેજો
સુધીનો પ્રવાસ
😄😄😄
લગ્ન એટલે
ક્યાં હતી મારી રાણી
થી કરીને
ક્યાં મરી ગઈ હતી?
સુધીનો પ્રવાસ
😄😄😄
લગ્ન એટલે
તમારું નસીબ કે હું તમને મળી
થી કરીને
મારા નસીબ જ એવા ફૂટેલા કે તમે મને મળ્યા
સુધીનો પ્રવાસ
😄😄😄
ટૂંકમાં જોઈએ તો
વિવાહિત જીવન કાશ્મીર જેવું છે
સુંદરતા તો ખૂબ જ છે
પરંતુ સાથે સતત ભય પણ છે
😝😅😂
જેણે પણ આ કવિતા લખી છે તે કવિ-સાહેબ હાલ... ઘરેથી ફરાર છે !