કેસરી નો કાન પકડીને ચારણને હું દાન કરું,
જરૂર પડ્યે દેવને હું અવની પર ભગવાન કરું.
હિન્દૂ ધર્મની રક્ષા કાજે મસ્તકનું હું દાન કરું ,
શત્રુને રણમાં રોળી રક્તની સરિતામાં સ્નાન કરુ.
કામને રાખું પગ નીચે ધર્મને સિર પર ધારણ કરું,
શત્રુ મળે સમોવળીયો ત્યાં જ઼ એનું મારણ કરું.
લી. ચૌહાણ સુરજબા "આર્ય " મુંદ્રા ( કચ્છ )