મુતકારિબ બહર (ઉર્દૂ મા)
ભુજંગી છંદ (ગુજરાતી માં)
બંધારણ - લગાગા લગાગા લગાગા લગાગા (ઉર્દૂ)
બંધારણ - યમાતા યમાતા યમાતા યમાતા (ગુજરાતી)
કિનારે અવાશે હવે તો ફરીથી...
લગાવો છવાશે હવે તો ફરીથી...
તમારા બનીને અવાશે નહીં જો,
હિસાબો લખાશે હવે તો ફરીથી...
દિવાના તમારા હશે ઘણાં પણ
કહાની ગવાશે હવે તો ફરીથી...
વસંતે તમારી બની જાય "રૂપ"
ખિતાબો ભરાશે હવે તો ફરીથી...
❤️❤️❤️ "Rup "