સાચો પ્રેમ અને આકર્ષણમાં ઘણો બધો ફર્ક છે આકર્ષણ તરત જ થઈ જાય છે જેમ કે કોઈ સુંદર પાત્ર આપણી સામે આવી જાય અને એની સુંદરતા જોઈને આપણે એનામાં મોહિત થઈ જઈએ એને આકર્ષણ કહેવાય કે આપણને પહેલી નજરમાં એ વ્યક્તિ ગમી ગઈ અને એને જ બધા પહેલી નજરનો પ્રેમ કહે છે , પહેલી નજરનો પ્રેમ પણ એક આકર્ષણ જ કહેવાય. એની સુંદરતા જોઈને આપણે એને પસંદ કરવા લાગીએ છીએ.
આપણને એનો બોલવાનો વ્યવહાર સારો લાગી જાય છે એ એક આકર્ષણ જ છે, આ બધું એટલું જલ્દી થઈ જાય છે કે આપણને ખબર જ નથી પડતી કે આ પ્રેમ છે કે આકર્ષણ છે પણ હકીકતમાં જયારે પ્રેમ થાય છે ત્યારે ખબર જ નથી પડતી કે આપણને એનાથી પ્રેમ થઇ ગયો છે. પ્રેમ ધીરેધીરે થાય છે , બધી રીતે એનામાં મળી જઈએ , ભળી જઈએ છીએ કે આપણને ભાન પણ નથી રહેતું કે એનામાં આપણને શુ પસંદ છે.
જો વિચારવા બેસીએ તો એની બધી વસ્તુઓ સારી લાગે આપણને એ બધું સારું લાગવા પાછળ કોઈ ચોક્કસ કારણ નથી મળતું બસ એની બધી વસ્તુ એનામાં સારી લાગે આને પ્રેમ કહેવાય પ્રેમનો અર્થ એ છે કે આપણે આપણી છબી ને એનામાં દેખીએ છીએ પોતાના કરતાં ય એની ચિંતા વધારે કરીએ છીએ તો આ સાચો પ્રેમ છે. આકર્ષણમાં ધીમેધીમે આ બધું ઓછું થતું જાય છે આપણે ઘણા બધા સંબંધમાં જોઈએ છીએ કે એમાં રસ નથી રહેતો કેમ કે એ માત્ર આકર્ષણ હતું પણ પ્રેમ સંબંધ બાંધ્યા પછી પ્રેમ વધુ ગાઢ બને છે , મજબૂત બને છે , કોઈ દિવસ ઓછો નથી થતો .
દિલ ની વાત ♥️