આવતળાને છીકીયો ને પીછે દીધી,
રોય આવા સુકનીયે અને આવિયા
એમાં કુશળ ક્યાંથી હોય "
જિંદગીમા ધ્યાન કઈ બાબતો મા આપવો જાઈએ તો આચાર, વિચાર, આહાર, વિહાર, અને વ્યવહાર, આ પાંચ બાબતો મા ધ્યાન આપવું જોઈએ.
અને કાન, આંખ, અને જીભ, ઉપર ધ્યાન આપવું જોઈએ.
આચાર, એટલે કે તમે કેવી રીતે રહો છો તમારી પર્સનાલિટી કેવી છે.
વિચાર તમારા મગજ મા હમેશા સારા અને સાત્વિક વિચાર કરવા.
આહાર, તમે કેવું ખાઓ છો, હંમેશા સાત્વિક ભોજન કરવું.
વિહાર, એટલે ફરવું વિચરણ કરવું તમે કેવી જગ્યાએ જાઓ છો હમેશા પોતાની મન મર્યાદા જળવાઈ રહે તેવી જગ્યાએ જવુ.
વ્યવહાર, હમેશા ચોખ્ખું રાખવું. સગા સબંધીઓ મા પૈસા નો વ્યવહાર ના કરવો.
કાન, શાસ્ત્રો મા લખ્યું છે કે તમારી નિંદા થતી હોય ત્યાં ઉભું ના રહેવું. કારણ કે સાંભળવાથી તમને ગુસ્સો આવશે.
આંખ, નો ઉપયોગ બહું સમજી વિચારી ને કરવો તે સંસ્કાર નું પ્રમાણ પત્ર છે.
જીભ, નો ઉપયોગ બહું સાચવી ને કરવો, કારણ કે જીભ નો ટેસ્ટ પેટ ને હમેશા ભારે પડે છે. અને જો વાંકુ બોલે તો બત્રીસ દાંત ને બહાર ફેંકવાની તેવડ રાખે છે.
લી. "આર્ય "