વિષય: લાગણીના સંબંધો......
શિર્ષક: "મીઠો મળે મધુરો આવકાર ત્યાં મોજથી જઈએ ."
શબ્દો: 68
મીઠો મળે મધુરો આવકાર ત્યાં મોજથી
જઈએ......
ભલેને પછી છતથી ટપકે બે ચાર બુંદ
પરંતુ હૈયાથી હૈયુ દઈએ.......
લાગણીના વૃક્ષે જ ઘડી બેઘડી
વિસામો લઈએ.......
બળબળતા બપોરે અંગારાને કયા હાથ
અડકાડીએ..........
ભીનાશ હોય એનામાં ભેટવાની તો
દિલથી ગળે મળી લઈએ........
ખાલી ખાલી ભેટીને પરસેવે એમ જ તો
રેબઝેબ ના થઈએ.....
જીંદગીમાં લાગણીઓને જતાવાની પણ
ઘણી બધી રીતો છે......
બાકી સમજો બે ગડી મળ્યા ના
મળ્યાની વાતો કરી લઈએ......
નામ: અજીતકુમાર. કે. માલીવાડ
જિંદગી ની "યાદ"