આવ્યો શરણે હરિવર બાળ.
તું તો ભક્તોની લેજે સંભાળ.
કામક્રોધાદિકમાં રાચનારો,
હરિવર સઘળો વાંક મારો,
ભૂલી ભૂલોને આપદા ટાળ..1
એક આધાર રઘુવીર મારે,
ડૂબતી નૈયા કોણ ઉગારે?
પાણી પહેલાં બાંધોને પાળ..2
સમરથ સ્વામિ સીતાપતિ છે,
અહર્નિશ રામચરણ રતિ છે.
ભક્તોનો ના થાય વાંકો વાળ...3
શરણાગતને અભય દેનારા,
ભવજળથી પાર ઊતારનારા.
હોય ભલેને હરિ કલિકાળ.....4
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.