Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો ઘણી વખત જે ઘટના બનવાની હોય એનો મને આગળથી જ આભાસ થઈ જાય છે. આવું કેમ થાય છે એનું મને કોઈને પણ નવાઈ લાગે છે.
એક વખત સપનું આવ્યું કે પપ્પા ને ગાય સીગડું મારે છે. અઠવાડિયા પછી સાચે ગાય સિગડુ માર્યું. એક વખત એવું લાગ્યું કે ભાઈ ની દીકરી ઘોડીયામાંથી પડી જાય છે. તો એ સાચે જ ઘોડિયા નો કડો ટુટી ગયો અને એ પડી ગઈ. એક વખત સપનું આવ્યું કે હું બે મહિનાની હતી ત્યારે ઘોડિયામાંથી પડી ગઈ હતી. મેં ઊઠીને મમ્મીને પૂછ્યું કે મમ્મી હું બે મહિનાની હતી ત્યારે ઘોડિયામાંથી પડી ગઈ હતી. તો મમ્મી કહે હા દાદીમાં હિંચકો નાખતા હતા અને ઘોડિયા નું કડુ તૂટી ગયું હતું એટલે તું પડી ગઈ હતી. એક વખત સપનો આવ્યો કોઈનો યુવાન દીકરો ઓફ થઈ જશે. તો મારા મામા નો 33 વર્ષ નો છોકરો ઓફ થઈ ગયો. એક વખત જોયું કે અમારી ખેતરની બાજુમાં જે ડેમ છે એ ઓગની ગયો. તો કાકાના દીકરા નો ફોન આયો કે તમારે ખેતરમાં આવવું હોય તો આવી જજો બાજુનો ડેમ છે ભરાઈ ગયો છે. એક વખત મને ખુદને મેં બાટલા ચડેલા જોયા. તો અઠવાડિયા પછી મને ડેન્ગ્યુ થયો તો 13 બાટલા ચડ્યા. એક વખત પતિને રસ્તામાં જતા જોયા અને કોઈએ પાછળ થી અવાજ લગાવી કે તારી ઉપર ઘાત આવે છે, પછી મારાં પતિનું એક્સીડેન્ટ થયું હતું બહુ લાગ્યું હતું ટાકા આવ્યા હતા સાત.આવી ઘણી ઘટનાઓ છે.વધારે ઉલ્લેખ નથી કરતી.
જે ઘટના બની ના હોય એ પહેલાથી કેવી રિતે દેખાતી હશે મને ખુદ નવાઈ લાગે છે.
લી. "આર્ય "

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111938829
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now