છું દર્દી શબ્દોનો, અર્થોનો ઉપચાર કરો.
સાહિત્યના સંગે એક નવો આધાર કરો.
છે સંજીવની એ પ્રાણવાયુથીય અધિક,
એ ઉત્સવને અવસર નવો તહેવાર કરો.
છે જડીબૂટી એવી પ્રસન્નતા આપનારી,
સાહિત્ય સર્વસ્વ એનો જ શણગાર કરો.
છું જન્મથી માનવ પણ કસાતી કલમથી,
નિતનિત નૂતન શબ્દોથી જ સૂત્રધાર કરો.
ગૈ જડતા મનતણી ક્રોધાદિક રિપુ સંગાથે,
સ્નેહભીનાં માનવહૈયે એક અવતાર કરો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.