આવી આવીને વરસી જાય વરસાદી ઝાપટાં.
ઝરમર ધારે ગતિ એની થાય વરસાદી ઝાપટાં.
ના મનમૂકીને એ વરસતાં કંજૂસી એની દેખાય,
કાદવકીચડ ધરામાં વરતાય વરસાદી ઝાપટાં.
એમ તો ગાજેને વીજે થશે જાણે અનરાધાર,
છાંટ વરસાદની એમાં જણાય વરસાદી ઝાપટાં.
ઠેરઠેર વરસ્યો મેહુલિયો સાંબેલાધાર થૈ દાતાર,
પોરબંદરમાં કાં ના એ મંડાય વરસાદી ઝાપટાં.
હવે તો દરિયો પણ ઊછળી ઊછળી બોલાવતો,
એનો સાદ ઈન્દ્રને ન સંભળાય વરસાદી ઝાપટાં.
વરસો વરસોને મેઘરાજ આજ અવસર ચોમાસું,
રીમઝીમે જળરાશિ ના છલકાય વરસાદી ઝાપટાં.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.