આવતી સરિતા ઉછળકૂદ કરતી.
પિતૃગૃહેથી જે સદાયે નીકળતી.
નથી સ્થિરતા પર્વતની દેખાતી,
ચંચળતા અબ્ધિ કાજે પરખાતી.
ના એ પાછું વળીને કદીએ જોતી,
ના પિતૃવિયોગે અશ્રુઓ સારતી.
સાગરને મળવાને જે હરખાતી,
સમંદરમાં ભળવાને એ મલકાતી.
અંતર કેટકેટલું એ કાપી નાખતી,
પિયુમિલનની ઝંખના કેવી જાગતી.
છે સિંધુ સાવ ખારો ખુદ જાણતી,
તોયે ઐક્ય પામવા કાજે લલચાતી.
- ચૈતન્ય જોષી. 'દીપક ' પોરબંદર.