પીડાતાને પ્રસન્ન કરીને સેવા કરો છો.
એનાં દરદને નિવારીને સેવા કરો છો.
એ છે દરદી ગમેતેમ બોલેય ખરા કદી,
વાત એની ના કાને ધરીને સેવા કરો છો.
ઘણો પવિત્ર વ્યવસાય છે તમારો આ,
દરદીની દુઆ મેળવીને સેવા કરો છો.
નવી આશા સંચારો છો જીવવા તણી,
દર્દીમાં જાણે પ્રાણ પૂરીને સેવા કરો છો.
હોય જો પ્રમાણિકતા તો અવસર છે,
વેદનાઓ કેટકેટલી હરીને સેવા કરો છો.
ના જાય ખાલી દુઆ દર્દીનારાયણની,
એટલું સર્વદા તમે સમજીને સેવા કરો છો.
ક્યારેક પાછા વાળો છો યમદૂતોને પણ,
નવજીવન જાણે કે બક્ષીને સેવા કરો છો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.