" તન્હા છોડી ગયું કોઈ "
દિલ એ ઉમ્મીદ તોડી ગયું કોઈ.
સફરમાં તન્હા છોડી ગયું કોઈ.
ખાધી 'તી કસમ સંગ રહેવાની,
મુખ આજ કેમ મોડી ગયું કોઈ?
જીવનભરનો નાતો હતો ક્યારેક,
અન્યથી નાતો જોડી ગયું કોઈ.
સોંપ્યું 'તું જીવન મેં જે હાથમાં.
સમજી પરપોટો ફોડી ગયું કોઈ.
અમૃત સરીખું હતું કદી "વ્યોમ"
જીવનમાં વખ ઘોળી ગયું કોઈ.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.