Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દહેજના નામે ત્રાસ આપી સ્ત્રીને મારી
નાખવામાં આવે તોય સ્ત્રી પતિની લાંબી
આયુષ્ય માટે વડ સાવિત્રી વ્રત રાખે.

એસિડ અટેક કરીને સ્ત્રીની સુંદરતા
નષ્ટ કરી દેવામાં આવે તોય સ્ત્રી પુરુષ
પાસેથી પ્રેમ ની આશા રાખે.

ભણતર છોડાવીને ઘરના કામકાજમાં
પરોવી દેવામાં આવે તોએ સ્ત્રી સમાજ
તરફથી સન્માનની આશા રાખે.

બાળપણથી ઉછેરમાં ભેદભાવ કરવામાં આવે
તોએ સ્ત્રી સમાજ તરફ મદદની આશા રાખે.

સ્ત્રીને આગળ વધતી જોઈને પુરુષને ઈર્ષા
થાય જ છે આ વાતમાં કોઈ બે મત નથી.

છતાં પુરુષને આગળ વધતું જોઈ સ્ત્રી
પોતાના હૃદયમાં હર્ષ ની લાગણી રાખે.

ચૌદ પેઢીની આબરૂ ઢાંકી છતાં એને પોતાનું ઘર ના
મળ્યું વ્રત ઉપવાસ કર્યા છતાં સારો વર ના મળ્યો.


લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111937588
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now