"વીતેલો સમય"
ભુતકાળ
તારી તરસ આજે મને અધુરી લાગે છે,
એક જામ ભરેલો હતો કાલે એ ખાલી લાગે છે..!
"વીતેલા સમય"ની વેદના બહુ જાજરમાન લાગે છે,
એ ચેહરા પર ના ભાવ આજે પણ તારા તાજા લાગે છે..!
ઘોળી ને પી ગયો હું પ્યાલા કળવા ઘુટ તણા,
એ ઝેર ના પારખા આજે મીઠા જામ લાગે છે..!
ભુતકાળને વાગોળવાની મારી ચેષ્ટા માં હજુ તું છો,
"વીતેલા સમય"ની અવધિ માં આજે તું વેહતું ઝળ લાગે છે..!
"સ્વયમભુ"બદલાયા તારા રૂપ રંગ ગઈ કાલ ને આજે,
એ માં ઓછુપણ તારૂ છતું થતું લાગે છે..!
"વીતેલા સમયની" અવધી,
આજે પુરી થતી હોય એમ લાગે છે,
ભુતકાળ આજે તાજો થતો હોય એમ લાગે છે..!
-અશ્વિન રાઠોડ - સ્વયમભુ