ભૂલી જાઓ કે તમારો સૂર્ય મધ્યાહ્ને હતો એક દિવસ,
આથમતા સુરજ ના કંઇ બહુ અજવાળા નથી હોતા..
અવગણના થાય તો આંખ આડા કાન કરજો પ્રેમથી,
એવું ઘર ક્યાં મળે કે જ્યાં લોહીઉકાળાનો હોતા..
ઉંમર ભલે વધે પણ અભરખા થોડા ઓછાં રાખજો,
જંપી જાવ હવે, પહેલાં જેવા યૌવનના ઉછાળા નથી હોતા..
અહમ ઘવાશે,ક્યારેક ઊગો પણ ટકરાશે આવેશમાં,
સ્વમાન સાચવજો સહુ કંઇ સંયમવાળા નથી હોતા..
અફસોસમાં નીકળી જશે આયખું આખું એમ ને એમ,
માણો મન ભરી, જિંદગીના દરેક રંગ ધોળા નથી હોતા..
મિત્રો..! જીંદગી અને ગણિતને જોડશો તોખારો ખત્તા,
લેણદેણ હશે તો લેશો, બાકી’શૂન્ય’ના સરવાળા નથી હોતા..!!
……..શૂન્ય પાલનપુરી