અંકશાસ્ત્ર પ્રમાણે તમારા જન્મ ના વર્ષ નું સિંગલ ટોટલ કરતા જે અંક મળે એ તમારા જીવન માં આવતા લોકો અને તેમની સંગત વિશે જણાવે છે. દાત : જન્મ વર્ષ 1993 (1+9+9+3)=22(2+2)=4
આમ મારા જીવન માં સંગત નો અંક 4 છે.
આમ તમે પણ પોતાનો સંગત અંક મેળવી આ પ્રમાણે સાવધાની રાખી શકો છો.
જો તમારો સંગત અંક
1 હોય તો : તમારા જીવન માં એવા વ્યક્તિઓ આવી શકે જે ખૂબ પ્રતિભા સંપન્ન અને પ્રભાવશાળી હોઈ શકે. તમે આંધળી મહત્વાકાંક્ષા અને અંધ અનુકરણ થી બચી ને રહેશો.
2: તમને ભાવુક, સંવેદનશીલ અને કલ્પના માં વિચરણ કરતા લોકો વધુ મળી શકે. સંગ નો રંગ તમારા પર ઝડપથી ચડે છે.
3: જ્ઞાની, ડહ્યા , સમજુ લોકો ના સંગ થી આગળ વધો.
4: સ્વાર્થી, લુચ્ચા અને લંપટ લોકો નો સંગ મળે. ટેકનોલોજી ના નકારાત્મક ઉપયોગથી બચવું. ચતુર અને સફળ લોકો નો સંગ પ્રગતિ આપે.
5: સ્વાર્થી અને વ્યહવારિક લોકો નો સંગ મળે. ચારિત્ર્ય ની બાબતો માં સાવધાન રહેવું.
6: વિજાતીય પાત્રો ના સંગ માં વધુ સંવેદશીલ થાવ તો નુકશાન ભોગવવા નો વારો આવે.
7: મસ્તીખોર અને મોજીલા લોકો નો સંગ મળે. વધુ પડતી ભાવુકતા થી બચવું.
8: સંગત ની બાબત માં સાવધાન રહેવું. તમારી જેવી બુદ્ધિ હશે એવો સંગ મળશે.
9: મદદગાર અને સેવાભાવી લોકોનો સંગ મળે. ઝગડા અને વિવાદ થી બચવું.
એક Numerologist તરીકે મારી પ્રેક્ટિસ માં મે આ પ્રકારની પેટર્ન જોઈ છે. આ વિશે મત મતાંતર હોઈ શકે. સલાહ સૂચનો આવકાર્ય છે. પણ વિવાદથી દૂર રહેવાનો પ્રયત્ન કરું છું.