ઝરમર કે અનરાધારે વરસાવી દે હે વાદળ !
તૃષા ચાતકની અપાર છીપાવી દે હે વાદળ !
થઈ છે જળરાશિઓ સાવસૂની ખાલીખાલી,
દાતા મેઘ તું એને હવે છલકાવી દે હે વાદળ !
તપ્ત ધરિત્રિ જાણે કે ત્રાહિમામ પોકારી ઊઠી,
ઉર્જા એની પારાવાર એને ઠારી દે હે વાદળ!
કરીને ટહુકાર મોર પણ બોલાવી થાક્યા હશે,
વરસી અમી શાં નીરને તું વહાવી દે હે વાદળ!
પશુપંખી માનવજાત સૌને ઝંખના જળ તણી,
ખૂટ્યાં જળ નદીનાળાં કૂપે ભરાવી દે હે વાદળ!
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.