@CHIRAGKAKADIYA
🔥"અજ્ઞાન છે નિર્દોષ નહી"🔥
કોઇ પણ બાળક નિર્દોષ નથી હોતું,
તેને નિર્દોષ કહેવું અને ખાસ તો નિર્દોષ સમજવું એક ભ્રમ છે.
નિર્દોષ નથી તેનો મતલબ એ તો નથી જ કે તે દોષી છે.
જે શરીરમાં દોષ કરવાની શક્તિ જ નથી,
જે શરીરમાં દોષ કરવાની સમજ જ નથી,
તે બાળકને નિર્દોષ કઇ રીતે કહું ???
નિર્દોષતાનો આધાર તો દોષ કરવાની શક્તિ પર રહેલો છે.
"જેટલું બાળક દોષી નથી એટલું જ બાળક નિર્દોષ પણ નથી"
અજ્ઞાનતાંને નિર્દોષતા કઇ રીતે સમજુ ???
પોતાના સ્વાર્થ ખાતર સમાજે કે દેશે બનાવેલા ધર્મને પોતાનો ધર્મ માની જીવે.
તું કે ત્યા હાથ જોડે અને તું કે તેનો ત્યાગ કરે.
વગર વિચારે વગર અનુભવે જે બતાવ્યું તેને સત્ય સમજીને જીવે તે નિર્દોષ કઇ રીતે હોય ?
"બાલ્યાવસ્થા જ એક એવી અવસ્થા છે જ્યા આપણા ખરા અસ્તિત્વને ખોઇ બેસવાનું સૌથી વધારે જોખમ રહેલું છે."
અને આપણે વગર વિચારે એવી ઇચ્છા કરતા હોઇએ છીએ કે કાશ મને મારુ બાળપણ પાછું મળી જાય....
કેમ જવું છે પાછું એ અજ્ઞાનમાં, એ જોખમમાં ??
નિર્દોષતાનો સ્વભાવ સ્વતંત્રતા છે અને બાળપણ મને તો કોઇ રીતે સ્વતંત્ર નથી લાગતું
સમજવાની અને લડવાની નથી હોતી શારીરિક ક્ષમતા કે નહી હોતી માનસિક ક્ષમતા.
કોરી સ્લેટ પર પોતાનો સ્વાર્થ પુરો કરવા જેણે જે લખ્યું, જે કહ્યું, જે બતાવ્યું, જે સમજાવ્યું, શું તે જ જીવન થયું????
પરતંત્રતાથી સ્વતંત્રતા સુધી પહોચવાનું નામ છે જીવન.
અજ્ઞાનતાંથી નિર્દોષતા સુધી પહોચવાનું નામ છે જીવન.
બાળક જેવા થવું છે પણ બાળક નહી.
ફરી કહું છું,
"જેટલું બાળક દોષી નથી એટલું જ બાળક નિર્દોષ પણ નથી"
અજ્ઞાનતાંને નિર્દોષતા ના કહેવાય.
- ચિરાગ કાકડિયા