આવીને કિનારે જાણે કે નમે છે દરિયો.
કચરો દુનિયાનો કેટલોય ખમે છે દરિયો.
હોડી, સ્ટીમર, વહાણ તરતાં સમદરમાં,
રખેને એની સાથે એ કેવો રમે છે દરિયો.
કિનારે આવીને ઘૂઘવાટ કેટલો એ કરતો,
વડવાનલની વેદનાથી સમસમે છે દરિયો.
અસર ચોમાસાની એની ચાલમાં વર્તાતી,
દેખી માનવમન હરખે કેમ કે ગમે છે દરિયો.
મળવા આવતો કે થપ્પો કરવા એ કિનારે,
હટી પાછોને વળી ફરીફરી ઝઝૂમે છે દરિયો.
લાખ વિટંબણાઓની વચ્ચે નર્તન કરનારો,
માનવ મહેરામણ ભાળીને એ ઝૂમે છે દરિયો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.