પિતા એટલે hidden treasure.
પિતાજી એટલે મીઠા જેવા ખરા,
કદાચ એમનો ટેસ્ટ આપણને ના ગમે પણ એમના વગર જિંદગીનો સ્વાદ ફિક્કો લાગે.
નાનપણ માં એમની સાયકલની આગળની સીટ ઉપર બેઠા હોઈએ ત્યારે લાગે કે દુનિયામાં હું જ સૌથી આગળ છું
અને એમના ખભા ઉપર બેઠા હોઈએ તો લાગે કે હું દુનિયાની ટોચ ઉપર પહોંચી ગયો છું.
કોઈની સામે ના ઝુકનાર, પોતાના સંતાનો માટે પગમાં પડી જાય એનું નામ પિતા.
મે જોઈ છે એમના ફાટેલા કપડાંની અમીરી, કારણકે હું મોંઘા કપડા પહેરી શકું એ માટે એમને ફાટેલા કપડા પણ મંજૂર હતા.
કેટ કેટલુ લખી શકું હું પપ્પા માટે પણ બધું જ અધૂરું ગણાશે.
Happy Father's Day ❤️
-priten'screation