સજીધજીને સુંદરિયો ભરી બજારના મીનારે ઊભી છે,
જિંદા લાશ બનીને ગણિકાઓ સયનકક્ષમાં પોઢી છે.
દોલતથી મળે છે કામ એટલે અમીરો ખરીદવા ઉભા છે,
નગરના ચૌરાહે ઈજ્જત નીલામ કરીને સાનથી ઉભા છે.
મજબુર સ્ત્રીની કાયાને ખરીદીને ધનિકો ગુમાનમાં ઉભા છે,
મુર્ખ જાણે ગુનાહ કર્યા પછી સજાના ઇન્તજારમાં ઉભા છે.
કોઈ નિર્લજ્જ ઈજ્જતના બદલામાં પૈસા કમાવવા ઉભા છે,
કામીજનો કામના મોહમા ગાંડાતુર થઇ ઇન્તજારમાં ઉભા છે.
કોઈ ઈજ્જત અને આબરૂ નીલામ કરીને ચૌરાહે નીરવસ્ત્ર થઈને ઉભા છે. તો કોઈ સંસ્કાર અને ધર્મનું રક્ષણ લઈને સુકુનથી ઉભા છે.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "