પ્રેમ હવે એટલો સસ્તો થઈ ગયો છે કે તેની કોઈ કિંમત રહી જ નથી...હવે લોકોને રોજ પ્રેમ થાય છે, એકથી સંતોષ નથી થતો હવે લોકોને ઘણા બધા માણસોથી પ્રેમ જોઈએ છે....રોજ નવા લોકો સાથે ઉઠવું બેસવું, વાતો કરવી ને એમાં પ્રેમ થઈ જાય છે..શું આ પ્રેમ છે યાર...પ્રેમ પણ હવે હવસ થઈ ગયો છે...લોકોને બસ પ્રેમના નામે હવસને પૂરી કરવી છે... પોતાનું ધ્યાન રોજ નવા લોકો સાથે કેન્દ્રિત કરવું છે...જો એ સારો લાગે તો પેલા ને ભૂલી ને બીજા સાથે આગળ વધે અને બીજો સારો લાગે તો ત્રીજા સાથે આગળ વધે છે એમ આ આંકડો ક્યા સુધી ચાલે છે એતો એ લોકો જ જાણે અને લાગણીઓનો તો હવે કોઈ મોલ નથી રહ્યો કેમ કે લાગણીઓ તો બજારના ભાવે વેચી ને ખાઈ ગયા છે લોકો...હવેથી લોકો લાગણીઓ નહિ, સામેવાળાનું સ્ટાન્ડર્ડ જોઈને પ્રેમ કરે છે....સાવ કે સાલો પ્રેમ તો ઘણા સમયથી મારી ગયો છે સાલું તેની કોઈ કિંમત જ નથી, પ્રેમ હવે સાવ સસ્તો થઈ ગયો છે...✍️