The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"તારું ચારિત્ર્ય જ મારો ઘમંડ, અહંકાર, ઈજ્જત, સન્માન વગેરે બધું જ છે...આ બધું તારાથી જ સીમિત છે અને હું પણ તારામાં જ સિમીત છું....તો તું જરા વિચારી લે જે કે તું કેટલી અહેમિયત ધરાવે છે મારા જીવનમાં અને હું કેટલો પ્રેમ કરું છું તને...તને જતાવી ને કે તને કહીને પ્રેમ કરતાં નથી આવડતું મને..બસ મારા મોનમાં જ તારા માટે ખુબજ સન્માન, ઈજ્જત અને અનંત પ્રેમ છે...."❤️🥰✍️
"જો તમારે કોઈ લક્ષ્ય હાંસલ કરવું હોય અથવા કોઈ સારું કાર્ય કરવું હોય તો તમારે પહેલ કરવી પડશે અને તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવા પડશે. શબ્દસમૂહો વડે તમારી જાતને નિર્ધારિત કરો, તેને સરળ લો, ચિંતા કરશો નહીં, તમે વધુ સારું કરી શકો છો અને તમે જે ઈચ્છો છો તે પ્રાપ્ત કરી શકો છો. પરંતુ સખત મહેનત અને શ્રેષ્ઠ પ્રયાસો સાથે..."✍️
"તારા દિલને તું સમજાવી દેજે કે બઉ ટણીઓ ના કરે, મારા દિલ પાસે આવીને રોજ કિટ્ટા બુચ્ચા રમી ને જતું રહે છે...❤️" #સાગર
એ કહે છે કે હું બઉ જ મોટી (જાડી) છું, એના ચક્કરમાં રોજ વજન માપે છે પણ સાલું વજન 1 કે 2 ગ્રામ વધારે અથવા ઓછું આવે તો નિરાશ થઈ જાય છે રોજ... એના ચક્કરમાં ખાવાનું પણ બરોબર પામતી નથી એ... અને રોજ હું એને આશ્વાસન આપું છું કે, તું બરોબર લાગે છે અને બઉ જ સુંદર છે, બીજા ને સારું લાગવા માટે તારી સાથે શું કામ compromise કરે છે... હવે એને કોણ સમજાવે કે, તું કેટલી સુંદર છે... એ તું મારા દિલ ને પૂછ..... તારું સ્મિત જાણે કે હજારોના દિલ ઘાયલ કરે છે... તારી મીઠી વાતોમાં જાણે કે ઘણા સવાલો કરવાનું મન કરે છે... તારા વાળ તું જ્યારે સવારતી હોય છે ત્યારે એને સ્પર્શ કરીને ચૂમાવાનું મન કરે છે... જ્યારે તું મોં ફુલાવે છે ત્યારે જોઈને તને ગાલ પર વ્હાલ કરવાનું મન કરે છે... જ્યારે તું એકલી ચાલતી હોય છે ત્યારે દૂર થી જોઈને તારો હાથ પકડીને તારી સાથે ચાલવાનું મન કરે છે... એક્ટુક જોતી રહેતી તારી નજરો મને અંદરથી સરમાવી દેતી હોય છે.... તારા શ્વાસ લેવાથી લઈને તારા દિલના ધબકારા થોડી વારે મારા શ્વાસોને થંભાવી દેતા હોય છે... એટલે જ તો કઉ છું પાગલ (જાહ્નવી) મારા દિલને પૂછ તું કેટલી સુંદર છે....✍️❤️
પ્રેમ હવે એટલો સસ્તો થઈ ગયો છે કે તેની કોઈ કિંમત રહી જ નથી...હવે લોકોને રોજ પ્રેમ થાય છે, એકથી સંતોષ નથી થતો હવે લોકોને ઘણા બધા માણસોથી પ્રેમ જોઈએ છે....રોજ નવા લોકો સાથે ઉઠવું બેસવું, વાતો કરવી ને એમાં પ્રેમ થઈ જાય છે..શું આ પ્રેમ છે યાર...પ્રેમ પણ હવે હવસ થઈ ગયો છે...લોકોને બસ પ્રેમના નામે હવસને પૂરી કરવી છે... પોતાનું ધ્યાન રોજ નવા લોકો સાથે કેન્દ્રિત કરવું છે...જો એ સારો લાગે તો પેલા ને ભૂલી ને બીજા સાથે આગળ વધે અને બીજો સારો લાગે તો ત્રીજા સાથે આગળ વધે છે એમ આ આંકડો ક્યા સુધી ચાલે છે એતો એ લોકો જ જાણે અને લાગણીઓનો તો હવે કોઈ મોલ નથી રહ્યો કેમ કે લાગણીઓ તો બજારના ભાવે વેચી ને ખાઈ ગયા છે લોકો...હવેથી લોકો લાગણીઓ નહિ, સામેવાળાનું સ્ટાન્ડર્ડ જોઈને પ્રેમ કરે છે....સાવ કે સાલો પ્રેમ તો ઘણા સમયથી મારી ગયો છે સાલું તેની કોઈ કિંમત જ નથી, પ્રેમ હવે સાવ સસ્તો થઈ ગયો છે...✍️
Anxiety (અસ્વસ્થતા), concern (ચિંતા), Restlessness (બેચેની), overbearing (ગભરામણ) આ બધા જ શબ્દો એવા છે જે તમારા જીવનના દરેક ઉતાર ચડાવમાં જોવા મળે છે અને હા depression (હતાશા) પણ તમારા જીવનના અમૂલ્ય સમયને નીચોવીને ખાઈ જાય છે...પણ આ બધું જ આપણે સુખમાં હોઈએ ત્યારે, તમે જેને પ્રેમ કરતા હોય એ તમારું મન ગમતું પ્રિય પાત્ર પાસે હોય ત્યારે, તમારા જીવનમાં બધું જ સારું ચાલી રહ્યું હોય ત્યારે આ એક પણ શબ્દો આપણને ઇફેક્ટ નથી કરતાં પરંતુ આ જીવન છે એમાં બધું રોજ એકસરખું તો નથી જ ચાલવાનું, દુઃખ પણ આવવાનું છે, તમે જેને પ્રેમ કરો છો એની સાથે તમારે રોજ સરખું ચાલતું હોય એવું પણ નથી થવાનું, ક્યારે તમારો જઘડો થશે, રીસાય જસો, એની પર ગુસ્સે પણ થશો અને આ બધા જ કારણોથી તમે અંદરથી ઘુંટાશો, Anxiety (અસ્વસ્થતા), concern (ચિંતા), Restlessness (બેચેની), overbearing (ગભરામણ) અને depression (હતાશા) આ બધામાં તમે આવી જશો....ના તમને કઈ ખાવાનું ભાવશે, ના કોઈની સાથે વાત કરવી ગમશે, બસ બધા પર ગુસ્સે જ થયા કરશો......પણ આવું ક્યાં સુધી.....જ્યા સુધી તમારા પાર્ટનર સાથે તમારુ ફરીથી જેવું હતું એવું ના થઈ જાય (patch up), તમારા જે દુઃખો છે e દૂર ના થઈ જાય ત્યાં સુધી...પણ તમારે આ બધા જ ઉપરના શબ્દોમાં થી તો નીકળવું જ પડે છે....અને આ સમય એટલો કપરો હોય છે ના પૂછો વાત...માણસ ને કાંઈ ભાન હોતું નથી, એ સું કરી રહ્યો છે એ પણ એને ખબર નથી હોતી...અમુક લોકો ને સહન ના કરી શકતા હોય તો suicide (આત્મહત્યા) પણ કરતા હોય છે...પરંતુ જો આમાંથી બહાર તમારે નીકળવું હોય તો તમારે પોતાની જાત ને સમય આપવો પડશે, તમારુ મનને ક્યાંક વ્યસ્ત રાખવું પડશે, કયાંક ને કયાંક બીજી પ્રવૃતિ કરવી પડશે કારણ કે સમય જતાંની સાથે બધું જ ઠીક થઈ જવાનું છે...અને આ તો જીવન છે આ તો બધું ચાલ્યા જ કરવાનું છે.....ને એક દિવસ પંખી ને જેમ પણ આપડે ઉડી જવાના છીએ તો આમાંથી બોધ મેળવવો જોઈએ અને આમાંથી અનુભવ મેળવીને જીવનની રેસમાં આગળ વધવું જોઈએ.....
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser